KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દેશમાં ડિજિટલ બેન્કિંગનો વધતો વ્યાપઃ Airtel Payment Bankએ વાર્ષિક ધોરણે રૂ.3,300 કરોડની આવક નોંધાવી

Airtel Payment Bankએ પ્રથમ ક્વાર્ટરમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આવકમાં 6.8 ટકા વૃદ્ધિ નોંધાવતા 830.5 કરોડની આવક નોંધાવી

KuberaNow
desk@kuberanow24 Aug 2026
InstagramFacebookXLinkedIn
Airtel Payment Bankના વધતાં જતાં ગ્રાહકો તેનો પુરાવો છે કે દેશમાં ડિજિટલ બેન્કિંગનો વ્યાપ વધી રહ્યો છે
Airtel Payment Bankના વધતાં જતાં ગ્રાહકો તેનો પુરાવો છે કે દેશમાં ડિજિટલ બેન્કિંગનો વ્યાપ વધી રહ્યો છેAI Generated

નવી દિલ્હીઃ Airtel Payment Bankએ નાણાકીય વર્ષ 2026-27નાં આવકે વાર્ષિક ધોરણે રૂ.3,300 કરોડની આવક નોંધાવી છે. જ્યારે ત્રિમાસિક ધોરણે તેની આવક રૂ. 830.5 કરોડ હતી, એમ બેન્કે સોમવારે જાહેર કરેલા નાણાકીય પરિણામમાં જણાવ્યું હતું.

કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ.777.4 કરોડ કરતાં વાર્ષિક ધોરણે 6.8નો થોડો વધારો નોંધાવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 19 કરોડ થયો, જે વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાનના નફાની તુલનાએ 82 ટકા વૃદ્ધિ નોંધાવે છે. કંપનીનો કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 31 ટકા વધી રૂ. 107.5 કરોડ થયો છે.


કંપનીનું કસ્ટમર બેલેન્સ વાર્ષિક ધોરણે 17 ટકા વધીને 4,389 કરોડ રૂપિયા થયું છે. બચત ખાતામાં માસિક વ્યવહાર કરતાં યુઝર 23 ટકા વધીને 2.95 કરોડ થયા છે. જ્યારે બેન્કની ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ (જીએમવી) રૂ. 4,523 અબજ થઈ છે.


ત્રિમાસિક કામગીરીની સમીક્ષા કરતા કંપનીના એમડી અને સીઇઓ અનુબ્રતા બિશ્વાસે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026-27નો અમે મજબૂત પ્રારંભ કર્યો છે. ગ્રાહકોની સંખ્યા તે વાતનો પુરાવો છે કે ભારતમાં ડિજિટલ બેન્કિંગનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. લોકોમાં હવે ડિજિટલ બેન્કિંગ સ્વીકાર્ય બની રહી છે. અમે સલામત, સરળ અને એક્સેસિબલ બેન્કિંગ સોલ્યુશન્સ માટે ફોકસ્ડ છીએ.


ક્વાર્ટર દરમિયાન બેન્કે ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ વ્યવહારના કારોબારમાં સતત વૃદ્ધિ જોઈ છે. ગ્રાહકોના રોજબરોજના દૈનિક ડિજિટલ વ્યવહારોમાં અને ચૂકવણીઓમાં અમારા પેમેન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે બેન્ક યુપીઆઈ આધારિત ઓટોપે મેન્ડેટમાં બીજા નંબરની બેન્ક છે.


એરટેલ પેમેન્ટ્સ બેન્કે 65 લાખથી વધુ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (એનસીએમસી) જારી કર્યા છે. તેના લીધે તે આ સેગમેન્ટમાં સૌથી વધુ કાર્ડ જારી કરનારમાં બીજા ક્રમે આવે છે. બેન્કે આ ઉપરાંત જણાવ્યું હતું કે તેની પ્રક્રિયા દર ત્રણમાંથી બે ટ્રાન્ઝિટ પેમેન્ટ્સને સમર્થન આપે છે. ગ્રામીણ ભારતમાં બેન્કના પાંચ લાખથી વધુ બેન્કિંગ પોઇન્ટ્સ છે. દર ચારમાંથી ત્રણ ગામને તે સેવા પૂરી પાડે છે. તે દર ચારમાંથી એક વ્યવહાર આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમમાં કરે છે. બેન્ક કરંટ એકાઉન્ટ્સ, સાઉન્ડ બોક્સીસ અને પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા બિઝનેસ-ટુ-બિઝનેસ ડિજિટલ પેમેન્ટ્સ કરે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Right Panel Matrics

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  3. 31 ઓગસ્ટે ખુલશે Purple Style Labsનો ₹680 કરોડનો IPO
  4. Stocks In News | 26 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  2. નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
Right Panel Matrics

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  2. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા
  3. માંદગી-અકસ્માતના જંગી ખર્ચથી બચવા હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો કે નહીં?
  4. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM