KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતમાં દિવ્યાંગ વાહનચાલકોને રાહત, સાઇડકારવાળી મોટર સાઇકલના રજીસ્ટ્રેશનને મળી મંજૂરી

ગુજરાત સરકારે શારીરિક અને મનો-દિવ્યાંગજનો માટે સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન અને જરૂરી ફેરફારને મંજૂરી આપવાની વ્યવસ્થા કરી છે. સલામતી માટે 40 કિમી પ્રતિ કલાકની ઝડપ મર્યાદા, હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવી શરતો લાગુ રહેશે.

KuberaNow
desk@kuberanow21 Aug 2026
InstagramFacebookXLinkedIn
Divyang vehicle
દિવ્યાંગો માટે સાઇડકાર બાઇકને મંજૂરીAI Generated Image

ગુજરાતમાં શારીરિક અને મનો-દિવ્યાંગજનોની ગતિશીલતા સરળ બનાવવા સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન અને જરૂરી ફેરફારને મંજૂરી આપવામાં આવશે. વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. નવી વ્યવસ્થા રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓમાં લાગુ થશે અને તેમાં સુરક્ષા માટે ખાસ શરતો નક્કી કરવામાં આવી છે.


શારીરિક દિવ્યાંગજનોને મળશે મંજૂરી

શારીરિક દિવ્યાંગ વ્યક્તિ માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શક ધોરણો મુજબ સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલનું રજીસ્ટ્રેશન અથવા વાહનમાં જરૂરી ફેરફાર કરવાની મંજૂરી આપી શકાશે. આ વ્યવસ્થાનો હેતુ દિવ્યાંગ વ્યક્તિઓ માટે દૈનિક મુસાફરી વધુ સુગમ અને સ્વતંત્ર બનાવવાનો છે.


મનો-દિવ્યાંગજનો માટે અલગ શરતો

મનો-દિવ્યાંગ વ્યક્તિ માટે વાહનનું સંચાલન કાયદેસરના વાલી અથવા તેમની જાણ અને સંમતિથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવાનું રહેશે. વાહન ચલાવતી વ્યક્તિ પાસે સંબંધિત વર્ગનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત રહેશે.


ઝડપ 40 કિમી પ્રતિ કલાકથી વધુ નહીં

સાઇડકારવાળી મોટર સાઇકલની ઝડપ કોઈ પણ સંજોગોમાં 40 કિમી પ્રતિ કલાકથી વધુ રાખી શકાશે નહીં. વાહનચાલક અને મનો-દિવ્યાંગ મુસાફર માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. સાઇડકારમાં સીટ બેલ્ટ અથવા અન્ય યોગ્ય સલામતી વ્યવસ્થા પણ હોવી જરૂરી રહેશે.


મંજૂરી પહેલાં વાહનનું નિરીક્ષણ

રજીસ્ટ્રેશન અથવા ફેરફારની મંજૂરી પહેલાં મોડિફાઇડ વાહનનું ભૌતિક નિરીક્ષણ કરવામાં આવશે. ફેરફારથી વાહનચાલક, દિવ્યાંગ મુસાફર અથવા અન્ય માર્ગ વપરાશકર્તાઓની સલામતી જોખમમાં ન આવે તેની ખાતરી કરવામાં આવશે. વાહન માટે માન્ય Comprehensive Insurance Policy અને ઓછામાં ઓછું Third Party Risk Cover પણ જરૂરી રહેશે.

Share Link
InstagramFacebookXLinkedIn
Right Panel Matrics

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  3. 31 ઓગસ્ટે ખુલશે Purple Style Labsનો ₹680 કરોડનો IPO
  4. Stocks In News | 26 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  2. નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
Right Panel Matrics

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  2. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા
  3. માંદગી-અકસ્માતના જંગી ખર્ચથી બચવા હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો કે નહીં?
  4. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM