KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતની મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક, 15 ઓક્ટોબરથી ધમધમશે મિલ

ગુજરાતમાં 17 ખાંડ મિલો કાર્યરત છે અને હાલમાં તેમની પાસે આશરે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. નવી પીલાણ સીઝન 15 ઓક્ટોબર પછી શરૂ થતાં પુરવઠામાં વધુ વધારો થવાની અપેક્ષા છે.

KuberaNow
desk@kuberanow26 Aug 2026
InstagramFacebookXLinkedIn
sugar
ગુજરાતમાં ખાંડની કોઈ અછત નહીં, નવું ઉત્પાદન 15 ઓક્ટોબરથીAI GENERATED IMAGE

ગુજરાતમાં ખાંડની ઉપલબ્ધતા અંગે હાલ પુરતો જથ્થો હોવાનું જણાવાયું છે. રાજ્યની 17 ખાંડ મિલો પાસે હાલમાં આશરે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક છે. સીઝન ન હોવાથી હાલ પીલાણ બંધ છે, પરંતુ 15 ઓક્ટોબર પછી મિલો ફરી શરૂ થતાં નવા ઉત્પાદન સાથે જથ્થામાં વધુ વધારો થવાની અપેક્ષા છે.


દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન

ગુજરાતની 17 ખાંડ મિલોની કુલ દૈનિક શેરડી પીલાણ ક્ષમતા 73,800 ટન છે. રાજ્યમાં દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતો આ મિલોને શેરડી પૂરી પાડે છે. તેના આધારે દર વર્ષે આશરે 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે.


ભાવ ₹6,000 પ્રતિ ક્વિન્ટલથી નીચે

અગાઉ ફેક્ટરી બહાર ખાંડના ભાવ ₹6,500 પ્રતિ ક્વિન્ટલથી પણ ઉપર પહોંચ્યા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ હાલમાં ભાવ ઘટીને ₹6,000 પ્રતિ ક્વિન્ટલથી નીચે આવ્યા છે. નવી પીલાણ સીઝન શરૂ થયા બાદ બજારમાં પુરવઠો વધે તો ભાવ પર વધુ દબાણ આવી શકે છે.


શેરડીમાંથી સીધું Ethanol બનતું નથી

ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ શેરડીમાંથી સીધું ethanol બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ ખાંડનું ઉત્પાદન થાય છે અને ત્યારબાદ મળતા molassesમાંથી ethanol બનાવવામાં આવે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: https://kuberanow.com/india/india-sugar-import-rules-refining-deadline-price-fall-2026082600003

Share Link
InstagramFacebookXLinkedIn
Right Panel Matrics

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  3. 31 ઓગસ્ટે ખુલશે Purple Style Labsનો ₹680 કરોડનો IPO
  4. Stocks In News | 26 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  2. નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
Right Panel Matrics

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  2. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા
  3. માંદગી-અકસ્માતના જંગી ખર્ચથી બચવા હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો કે નહીં?
  4. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM