KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અદાણી એનર્જીએ મેળવ્યો ₹4,700 કરોડનો પ્રોજેક્ટ, મહારાષ્ટ્રને મળશે રિન્યુએબલ વીજળી

Adani Energy Solutionsએ કર્ણાટકમાં ઉત્પન્ન થતી 4,500 MW રિન્યુએબલ વીજળી મહારાષ્ટ્રના મુખ્ય વીજ વપરાશ કેન્દ્રો સુધી પહોંચાડવા ₹4,700 કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મેળવ્યો છે. પ્રોજેક્ટ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

KuberaNow
desk@kuberanow26 Aug 2026
InstagramFacebookXLinkedIn
Adani
અદાણી એનર્જીના હાથમાં ₹4,700 કરોડનો મેગા પાવર પ્રોજેક્ટAI GENERATED IMAGE

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)એ ₹4,700 કરોડનો નવો વીજળી પ્રસારણ પ્રોજેક્ટ મેળવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા કર્ણાટકમાં ઉત્પન્ન થતી આશરે 4,500 MW રિન્યુએબલ એનર્જી મહારાષ્ટ્રના Satara, Pune અને Mumbai Metropolitan Region જેવા મોટા વીજ વપરાશ કેન્દ્રો સુધી પહોંચાડવામાં મદદ મળશે. કંપનીએ આ પ્રોજેક્ટ ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા સૌથી ઓછી બોલી લગાવીને મેળવ્યો છે.


36 મહિનામાં પૂર્ણ થશે પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ Satara પાવર ટ્રાન્સમિશન લિમિટેડ નામના Special Purpose Vehicle હેઠળ અમલમાં મૂકવામાં આવશે અને તેને 36 મહિનામાં પૂર્ણ કરવાની યોજના છે. પ્રોજેક્ટ હેઠળ Satara ખાતે 765/400 kV substation સ્થાપવામાં આવશે. સાથે Kolhapur-Satara વચ્ચે 765 kV ડબલ-સર્કિટ ટ્રાન્સમિશન લાઇન અને કોલ્હાપુર પૂલિંગ સ્ટેશનનું વિસ્તરણ કરવામાં આવશે.


562 circuit km નવી લાઇન ઉમેરાશે

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ AESLના ટ્રાન્સમિશન પોર્ટફોલિયોમાં 562 સર્કિટ કિલોમીટર નવી લાઇનો અને 9,000 MVA રૂપાંતરણ ક્ષમતા ઉમેરાશે. તે પછી કંપનીનું કુલ પ્રસારણ નેટવર્ક વધીને 29,739 સર્કિટ કિલોમીટર અને રૂપાંતરણ ક્ષમતા 1,43,425 MVA સુધી પહોંચશે.


Pumped Storage Projectsને પણ મળશે ટેકો

આ નેટવર્ક Satara, Pune અને મુંબઈ મહાનગર વિસ્તારમાં વિકસતા પમ્પ-સ્ટોરેજ પ્રોજેક્ટ્સને પણ ટેકો આપશે. પમ્પ-સ્ટોરેજ પ્રોજેક્ટ્સ મોટા પ્રમાણમાં solar અને wind energyને gridમાં જોડવા માટે જરૂરી સંતુલન અને સંગ્રહ ક્ષમતા પૂરી પાડે છે.


દક્ષિણ અને પશ્ચિમ ભારત વચ્ચે વીજ પ્રવાહ મજબૂત થશે

પ્રોજેક્ટથી દક્ષિણ ભારતમાં ઉત્પન્ન થતી પુનઃપ્રાપ્ય ઊર્જાને પશ્ચિમ ભારતના ઔદ્યોગિક અને શહેરી કેન્દ્રો સુધી પહોંચાડવાની ક્ષમતા વધશે. આથી પુનઃપ્રાપ્ય ઊર્જાનું વહન, ગ્રીડ સ્થિરતા અને ઊર્જા સંગ્રહ માળખાંને મજબૂત બનાવવામાં મદદ મળવાની અપેક્ષા છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: અમેરિકાના ઈરાન પ્રતિબંધોની ભારત પર અસર, ચોખા-ચા અને દવા નિકાસ પર સંકટ


Share Link
InstagramFacebookXLinkedIn
Right Panel Matrics

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  3. 31 ઓગસ્ટે ખુલશે Purple Style Labsનો ₹680 કરોડનો IPO
  4. Stocks In News | 26 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  2. નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
Right Panel Matrics

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  2. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા
  3. માંદગી-અકસ્માતના જંગી ખર્ચથી બચવા હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો કે નહીં?
  4. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM