લક્ઝરી છોડીને ગામડાં-જંગલ તરફ દોડ્યા પ્રવાસીઓ; શું છે ‘રિવર્સ વેકેશન’ ટ્રેન્ડ?
રિવર્સ વેકેશન ફોન, મોબાઇલ ડિવાઈસ, ઇન્ટરનેટ અને કલાકો સુધીનાં સ્ક્રીન ટાઇમથી વિરામ આપે છે.

વેકેશનનું આયોજન કરતી વખતે લોકો સામાન્ય રીતે પુલ, સ્પા અને બાર જેવી સુવિધાઓ આપતી મોંઘી લક્ઝરી હોટલ બૂક કરે છે. જોકે, હવે માનસિકતા બદલાઈ રહી છે. વિશ્વભરના પ્રવાસીઓ પણ આ નવા ટ્રેન્ડને અપનાવી રહ્યાં છે. લોકો હવે ઇન્ટરનેટ ઍક્સેસ અથવા ફોન કનેક્ટિવિટી જેવી આધુનિક સુવિધાઓ વિનાના સ્થળોએ વેકેશન માણવા માંગે છે. તેઓ એવી રજા શોધે છે જ્યાં તેઓ માનસિક રીતે આરામ મળે, ફોન અને ઇમેઇલ્સના ઘૂસણખોરીથી મુક્ત થઈ શકાય તેવી જગ્યા શોધવા લોકો દૂરના સ્થળોએ મુસાફરી કરી રહ્યા છે અને દૂરના ગામડાઓ અથવા જંગલોમાં થોડા દિવસો વિતાવવા માટે પૈસા ખર્ચી રહ્યા છે. "રિવર્સ વેકેશન" ટ્રેન્ડ તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યો છે.

રોજિંદા કામકાજ અને સતત તણાવથી કંટાળીને લોકો દૂર જઈ ફક્ત થોડા શાંતિપૂર્ણ દિવસો વિતાવવા માંગે છે. ક્યારેક વીકેન્ડમાં પણ શાંતિપ્રિય સ્થળ શોધી માણસ જીંદગી જીવી લેતો હોય છે. નવા ટ્રેન્ડ મુજબ લોકો ફક્ત આધુનિક સુખ-સુવિધાઓથી કામચલાઉ વિરામ ઇચ્છે છે. નાના ગામડાંઓમાં ફરી પોતાના રોજીંદા કામકાજમાં પાછા ફરે છે. પરિણામે, ડિજિટલ પ્રોફેશનલ્સ, યુવાનો અને પ્રકૃતિ પ્રેમીઓ ભીડથી દૂર દૂરના ગામડાંઓ, જંગલો, નાના શહેરોમાં સમય વિતાવીને આ રિવર્સ વેકેશન ટ્રેન્ડને અપનાવી રહ્યા છે. આ એવી જગ્યાઓ હોય છે જ્યાં બાથરૂમ, ઇન્સ્ટન્ટ ડિલિવરી એપ્લિકેશનો અને લોન્ડ્રી જેવી સેવાઓનો અભાવ છે. લોકો રિવર્સ વેકેશન કેમ અપનાવી રહ્યા છે? જાણો તેના 4 કારણો.
ડિજિટલ ડિટોક્સ
રિવર્સ વેકેશન ફોન, મોબાઇલ ડિવાઈસ, ઇન્ટરનેટ અને કલાકો સુધીનાં સ્ક્રીન ટાઇમથી વિરામ આપે છે. આ ડિજિટલ ડિટોક્સ માનસિક શાંતિ આપે છે અને પરિવાર સાથે સમય વિતાવવાની તક આપે છે.

કુદરતની નજીક રહેવાની તક
યુવાનોમાં રિવર્સ વેકેશન વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. ખાસ કરીને એવા લોકોમાં જેમણે ક્યારેય તેમના દાદા-દાદીના ગામડાના જીવનનો અનુભવ કર્યો નથી. શહેરોમાં જન્મેલા અને મેટ્રો સિટીમાં રહેવા ગયા હોવાથી તેઓ પ્રકૃતિનો નજીકથી અનુભવ કરવા માટે ઝંખે છે. તાજી હવા, પક્ષીઓના અવાજો, વૃક્ષો, પર્વતો, નદીઓ અને ધોધ શોધતા ફરે છે.

માનસિક શાંતિ
રોજિંદા કામકાજ, ધસારો અને રોજીંદી દિનચર્યાથી કંટાળી ગયેલા લોકો રિવર્સ વેકેશનને અપનાવી રહ્યા છે. શાંત વાતાવરણ સારી ઊંઘ તરફ દોરી જાય છે. વધુમાં, પોતાની સાથે એકાંતમાં થોડો શાંત સમય વિતાવવાની તક પણ મળે છે.


Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
