શેરબજાર રેન્જ બાઉન્ડઃ સેન્સેક્સ-નિફ્ટીમાં સાંકડી રેન્જમાં વધઘટ
સપ્તાહના અંતિમ દિવસે શેરબજારે શરૂઆત તો 163 પોઇન્ટ સાથે હકારાત્મક રીતે કરી હતી, પરંતુ તેના પછી તે નીચે ઉતરી ગયુ હતુ. હાલમાં તે રેન્જ બાઉન્ડ છે

મુંબઈઃ શેરબજારે કારોબારના અંતિમ દિવસે બીએસઈ સેન્સેક્સે પ્રારંભ તો 163 પોઇન્ટની તેજી સાથે કર્યો, પરંતુ બજારમાં ઉપરની સપાટીએ મોમેન્ટમ જળવાયું નથી. બજાર ઉપલા સ્તરે ખૂલ્યા પછી તરત જ નીચે ઉતરવા લાગ્યુ હતુ. એક સમયે તો બજાર નીચે ઉતરીને 77,445.86 પોઇન્ટે પહોંચી ગયુ હતુ. જ્યારે બજારે ઊંચામાં 77,725 પોઇન્ટની ટોચની સપાટી બનાવી હતી.
આવું જ નિફ્ટીમાં હતુ. નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 52 પોઇન્ટના ઉછાળા સાથે 24,284ની સપાટી પર ખૂલ્યો હતો. તેના કારણે બજારના પ્રારંભમાં જ રોકાણકારોની સંપત્તિમાં 70,000 કરોડનો વધારો નોંધાયો હતો. જો કે તેના પછી બજારમાં ઘટાડો આવ્યા પછી હવે બજાર સુસ્ત બન્યું છે અને તે રેન્જબાઉન્ડ રહે તેમ લાગે છે. બીએસઇ સેન્સેક્સ 77,650 અને નિફ્ટી50 24,200ના સ્તર પર ટકવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
સેક્ટોરલ લેવલે મિશ્ર ટ્રેન્ડ
બજારના અંતિમ દિવસે પ્રારંભિક સત્રમાં સેક્ટોરલ લેવલે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો છે. ઓટો, એફએમસીજી, આઇટી અને પીએસયુ બેન્કોમાં નફાકીય વેચવાલી જોવા મળી છે તેના કારણે આ સેક્ટરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુએ મેટલ, ફાર્મા, રિયલ્ટી ઇન્ડેક્સમાં ખરીદદારી જોવા મળી છે. સેન્સેક્સના ટોપ-30 શેરોમાં ઇટર્નલ, સન ફાર્મા અને એનટીપીસી જેવા શેરોમાં તેજી છે. જ્યારે ટીસીએસ, ઇન્ફોસિસ અને એચસીએલ ટેક તથા આઇટી જાયન્ટ્સ કહેવાતા શેરો દબાણ હેઠળ છે.
અમેરિકન બજારમાં ઘટાડો
ગઇકાલે અમેરિકાન બજારોમાં વ્યાપક પાયા પર વેચવાલી જોવા મળી હતી. ડાઉ જોન્સમાં 703 પોઇન્ટ અને નેસ્ડેકમાં 263 પોઇન્ટનો મોટો ઘટાડો નોંધાયો હતો. ગ્લોબલ બોન્ડ યીલ્ડમાં આવેલી મજબૂતાઈના કારણે અમેરિકન માર્કેટને ફટકો પડ્યો છે, કારણ કે તેના લીધે ડોલર નબળો પડી રહ્યો હોવાની માન્યતા વધુ મજબૂત થઈ છે. આના કારણે અમેરિકન ટ્રેઝરીએ બજારમાં હસ્તક્ષેપ કર્યો છે. અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડોલરની સપાટીને વટાવી જતાં અમેરિકન ટ્રેઝરી મેદાનમાં ઉતરી છે અને ક્વોન્ટિટેટિવ ઇઝિંગ (ક્યુઇ)ની સંભાવના પ્રબળ પડી છે. એશિયન બજારોમાં જાપાનના નિક્કેઈમાં 0.30% નો ઘટાડો છે, જ્યારે કોરિયાના KOSPI માં 0.65% ની વૃદ્ધિ નોંધાઈ છે.
બજારની દિશા સ્પષ્ટ નથી
બજાર હજી પણ રેન્જ બાઉન્ડ છે અને તેમા સ્પષ્ટ દિશાનો અભાવ છે. નિફ્ટીએ તેના 50-દિવસીય SMA (Simple Moving Average) ઉપર ક્લોઝિંગ આપ્યું છે, પરંતુ તે હજુ પણ 20-day SMA ની નીચે છે, જે સાવચેતી સૂચવે છે. નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 24,190 અને ત્યારબાદ 24,050 પર છે, જ્યારે 24,360 પ્રતિકારક સપાટી છે.
*અન્ય મહત્વપૂર્ણ માર્કેટ ફેક્ટર્સ
* ક્રૂડ ઓઇલ:* અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધીને *$95 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે, જે ફુગાવાને લઈને ચિંતા વધારી શકે છે.
* સોનું-ચાંદી: સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ હાલમાં પ્રતિ દસ ગ્રામે 1.61 લાખ ઉપર છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 2.44 લાખની આસપાસ છે.
* FIIs ની ભૂમિકા: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ની ખરીદ-વેચાણની અનિશ્ચિતતાને કારણે ઇન્ડેક્સ કોઈ એક સ્તર પર સ્થિર રહી શકતો નથી.
આમ, બજાર અત્યારે 'વેઈટ એન્ડ વોચ' (Wait and Watch) ની સ્થિતિમાં છે. રોકાણકારોએ વૈશ્વિક ઘટનાક્રમ અને ખાસ કરીને બોન્ડ યીલ્ડ પર નજર રાખવી અત્યંત જરૂરી છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
