KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

રૂપિયા ફક્ત કમાવવા જ પૂરતા નથી, તેનું સંચાલન કરવું પણ તેટલું જ જરૂરી છે. તેથી યોગ્ય સમયે યોગ્ય નાણાકીય નિર્ણય લેવો જરૂરી છે.

KuberaNow
desk@kuberanow17 Aug 2026
InstagramFacebookXLinkedIn
Money Moves
દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

રૂપિયા ફક્ત કમાવવા જ પૂરતા નથી, તેનું સંચાલન કરવું પણ તેટલું જ જરૂરી છે. તેથી યોગ્ય સમયે યોગ્ય નાણાકીય નિર્ણય લેવો જરૂરી છે. તેના પછી સંપત્તિ સર્જનની વાત હોય, કુટુંબને નાણાકીય સંરક્ષણ પૂરુ પાડવાની વાત હોય અથવા નિવૃત્તિ માટેનું આયોજન હોય કેટલાક વ્યવહારુ પગલાં દ્વારા તમે તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવી શકો છો. અહી દસ મહત્વના નાણાકીય સૂચન કરવામાં આવ્યા છે, જેનું પાલન કરીને તમે નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકો છો.


ઇમરજન્સી ભંડોળ

બજારમાં રોકાણ કરતાં પહેલાં કે ઇક્વિટીમાં રોકાણ વધારતા પહેલાં કમસેકમ છથી 12 મહિનાના નિયમિત ખર્ચાને પહોંચી વળવા જેટલું ભંડોળ હોવું જરૂરી છે. તેમા ખર્ચાઓ, હપ્તા અને વીમા પ્રીમિયમનો સમાવેશ થાય છે. તેના પગલે લિક્વીડ ફંડમાં વધારે રૂપિયા રાખો અથવા વધુ વ્યાજ આપતા બચતખાતામાં રોકાણ કરો. અહીં રકમ એ રીતે રોકો કે અણધાર્યા સંજોગોમાં તમે તેને કાઢી શકો. ઘણી સ્મોલ ફાઇનાન્સ બેન્કો ઊંચુ વ્યાજ આપતી હોય


દર વર્ષે SIP વધારો

લાંબા ગાળા માટે સંપત્તિ સર્જન કરવા નિયમિત રીતે SIP સૌથી મહત્વના માર્ગોમાં એક છે. તેથી શક્ય હોય તો તમારી એસઆઇપીની રકમ દર વર્ષે વધારો. ઇન્ડેક્સ ફંડ્સ અને ડાઇવર્સીફાઇડ ફ્લેક્સીકેપ ફંડ દ્વારા તમે લાંબા ગાળે ફુગાવાને પાછળ છોડી શકશો.


ફક્ત કંપનીના હેલ્થ ઇન્શ્યોરન્સ પર આધારિત ન રહો

તમે જોબ બદલો કે નિવૃત્ત થાવ તે સંજોગોમાં કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૂરતુ રક્ષણ પૂરું ન પાડી શકે. તેથી 15થી 20 લાખનું વીમા કવરેજ પૂરી પાડતી વ્યક્તિગત કે ફેમિલી ફ્લોટર પોલિસી સુપર ટોપ-અપ પ્લાન સાથે ખરીદો. આ પ્રકારની પોલિસી વહેલા ખરીદવાથી તમને પ્રીમિયમ નીચુ રાખવામાં કે ટૂંકા વેઇટિંગ પીરિયડમાં મદદ મળશે.


પૂરતા પ્રમાણમાં ટર્મ ઇન્શ્યોરન્સ લો

જો તમારું કુટુંબ તમારી આવક પર આધારિત હોય તો તમારા માટે ટર્મ ઇન્શ્યોરન્સ આવશ્યક છે. ફાઇનાન્સિયલ પ્લાનરો સામાન્ય રીતે તમારી આવકના 10થી 15 ગણા ટર્મ ઇન્શ્યોરન્સની ભલામણ કરે છે. આ સિવાય કેટલો ટર્મ ઇન્શ્યોરન્સ લેવો તેનો આધારે તમે તમારા પર અવલંબન રાખનારાઓને કેટલી નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માંગો છો તેના પર છે.


મોંઘુ ઋણ પહેલા ચૂકવો

ઊંચા વ્યાજવાળુ દેવું જેમકે ક્રેડિટ કાર્ડનું દેવુ, પર્સનલ લોન વહેલા ચૂકવો, જે લાંબા ગાળે સંપત્તિ સર્જન પર અસર પાડી શકે છે. તેથી ઊંચા વ્યાજવાળી લોન પહેલા ચૂકવો અને તમારી હોમલોનની નિયમિત રીતે ચૂકવણી કરતાં રહો. આ સિવાય શક્ય હોય ત્યારે તેમા પાર્ટ-પ્રીપેમેન્ટ કરતાં રહો, જેથી વ્યાજબોજ ઘટતો જાય.


પોર્ટફોલિયોમાં ગ્લોબલ એક્સ્પોઝર ઉમેરો

જુદાં-જુદાં ભૂભાગમાં કરવામાં આવતું રોકાણ તમારા પોર્ટફોલિયો પરના જોખમમાં ઘટાડો કરે છે. તેથી તમારે પાંચથી દસ ટકા રોકાણ આંતરરાષ્ટ્રીય ઇક્વિટીમાં કરવું જોઈએ અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સ્પોઝર ધરાવતા ગ્લોબલ ફંડમાં કરવું જોઈએ.


બાળકના શિક્ષણ માટે અલગ રોકાણ કરો

શિક્ષણનો ખર્ચ ફુગાવા કરતાં પણ વધુ ઝડપથી વધી ગયો છે. આ ગોલ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, ડેટ ઇન્વેસ્ટમેન્ટ વડે પૂરો કરો. આ સિવાય જરૂર હોય ત્યાં સુકન્યા સમૃદ્ધિ યોજના પણ ફોલિયોમાં ઉમેરો.


નિવૃત્તિ ભંડોળ બનાવો

નિવૃત્તિના આયોજનને પરત ન ઠેલો. લાંબા ગાળાના નિવૃત્ત ભંડોળમાં નિયમિત રીતે પ્રદાન કરો. તેના માટે PPFથી લઈને NPSમાં રોકાણ કરી શકાય.


દર વર્ષે પોર્ટફોલિયોની સમીક્ષા કરો

બજારની હિલચાલના આધારે એસેટ એલોકેશનમાં ફેરફાર કરો. રોકાણની વાર્ષિક સ્તરે સમીક્ષા કરો અને ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં રોકાણ કરી પોર્ટફોલિયો રિબેલેન્સ કરો. તમારા પોર્ટફોલિયોને નાણાકીય ધ્યેયો મુજબનો રાખો.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Right Panel Matrics

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  3. 31 ઓગસ્ટે ખુલશે Purple Style Labsનો ₹680 કરોડનો IPO
  4. Stocks In News | 26 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  2. નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
Right Panel Matrics

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  2. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા
  3. માંદગી-અકસ્માતના જંગી ખર્ચથી બચવા હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો કે નહીં?
  4. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM