KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ફાયર અને પેરિલ્સ ઇન્શ્યોરન્સ શું છે? જાણો મહત્વ, કવરેજ અને બાકાત બાબતો

ફાયર એન્ડ પેરિલ્સ ઇન્શ્યોરન્સ આગ જેવી અણધારી ઘટનાઓથી થતા મોટા આર્થિક નુકસાન સામે વેપાર અને મિલકત માલિકોને આર્થિક સુરક્ષા આપે છે.

KuberaNow
desk@kuberanow14 Aug 2026
InstagramFacebookXLinkedIn
Fire Insurance
ફાયર અને પેરિલ્સ ઇન્શ્યોરન્સ શું છે? જાણો મહત્વ, કવરેજ અને બાકાત બાબતો

આગ, પૂર, વાવાઝોડા જેવી જોખમી ઘટનાઓને કારણે મિકલત માલિકોને મોટું આર્થિક નુકસાન થાય છે. આવા જોખમો સામે નાણાકીય સુરક્ષા મેળવવા વીમો લેવાની સલાહ આપવામાં આવે છે. ફાયર ઇન્શ્યોરન્સમાં સામાન્ય રીતે કુદરતી આફતો, વિસ્ફોટ, રમખાણો જેવા જોખમો કવર કરવામાં આવે છે. જેનો સમાવેશ આગ અને જોખમના વીમામાં (Fire and Perils Insurance) થાય છે.


ફાયર એન્ડ પેરિલ્સ ઇન્શ્યોરન્સ એટલે શું?

ફાયર એન્ડ પેરિલ્સ ઇન્શ્યોરન્સ એ એક પ્રકારનો પ્રોપર્ટી (મિલકત) ઇન્શ્યોરન્સ છે, જે પોલિસીમાં નિર્ધારિત અન્ય જોખમોથી પ્રોપર્ટીને થતા નુકસાન સામે નાણાકીય સુરક્ષા આપે છે. Perils એટલે અણધારી ઘટનાઓ/જોખમો. આગના વીમામાં પસંદ કરેલા કવર મુજબ લાઇટનિંગ, વિસ્ફોટ, વાવાઝોડું, પૂર, રમખાણો અને ભૂકંપ જેવા જોખમો પણ સામેલ થઈ શકે છે.


બિઝનેસ માટે ફાયર એન્ડ પેરિલ્સ ઇન્શ્યોરન્સ કેમ જરૂરી?

બિઝનેસમાં બિલ્ડિંગ, મશીનરી, માલસામાન જેવી અનેક ભૌતિક સંપત્તિઓને આગ અથવા કુદરતી આફતો જેવા જોખમોથી નુકસાન થઈ શકે છે. જેના કારણે પણ આ વીમો લેવો લેવાની સલાહ વીમા નિષ્ણાતો આપે છે. નાણાકીય સુરક્ષા, અકસ્માત બાદ બિઝનેસને ફરી શરૂ કરવો, કેટલીક ઇન્ડસ્ટ્રીમાં કરાર આધારિત જરૂરિયાતોને કારણે આવો વીમો જરૂરી હોઈ શકે છે. 


ફાયર એન્ડ પેરિલ્સ વીમો કોને લેવો જોઈએ?

આ વીમો માત્ર મોટી કંપનીઓ ઉપરાંત દુકાન, વેરહાઉસ, ઓફિસ મોટા ઉદ્યોગો અને ફેક્ટરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોની બિલ્ડિંગની સુરક્ષા માટે તેમજ ઘર અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના રક્ષણ માટે વીમા કવરેજનો લાભ લેવો જોઈએ.


સ્ટાન્ડર્ડ ફાયર ઇન્શ્યોરન્સમાં શું કવર થાય છે?

આગ

વીજળી પડવાથી થતું નુકસાન (Lightning)

વાવાઝોડું, વંટોળ, પૂર

રમખાણો

ભૂસ્ખલન

મશીનરી અથવા પાણીની ટાંકી ફાટવાથી થતું નુકસાન

વિમાન ક્રેશથી થતું નુકસાન

જેમાં નુકસાન બાદ કાટમાળ દૂર કરવાનો ખર્ચ (Debris Removal) પણ નિર્ધારિત મર્યાદા સુધી કવર થઈ શકે છે.


ફાયર એન્ડ પેરિલ્સ ઇન્શ્યોરન્સમાં શું કવર નથી થતું?

વીમો લીધેલી મિલકત એક મહિનાથી વધુ સમય સુધી ખાલી/વણવપરાયેલી હોય

નેચરલ હીટિંગ (Natural Heating), Spontaneous Combustion/ફર્મેન્ટેશનથી થયેલું નુકસાન

બિલ્ડિંગમાં હીટિંગ અથવા ડ્રાયિંગની પ્રક્રિયા દરમિયાન નુકસાન થાય

ન્યુક્લિયર અને સંબંધિત જોખમો

યુદ્ધ અને સંબંધિત જોખમો

પ્રદૂષણ અથવા દૂષણથી થતું નુકસાન

ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાથી થયેલું નુકસાન


કઈ સંપત્તિઓને કવરેજ ન મળી શકે?

કિંમતી પથ્થરો

ડ્રોઇંગ્સ

હસ્તપ્રતો (Manuscripts)

પુસ્તકો

ચેક

કાગળની ચલણી નોટો

સિક્કા

કમ્પ્યુટર સિસ્ટમના રેકોર્ડ્સ

ઇલેક્ટ્રોનિક સાધનોનો વધુ પડતો વપરાશ સહિતનું નુકસાન


ફાયર એન્ડ પેરિલ્સ ઇન્શ્યોરન્સ આગ અને અન્ય અણધારી ઘટનાઓને કારણે થનારા મોટા આર્થિક નુકસાન સામે બિઝનેસ અને પ્રોપર્ટી માલિકોને નાણાકીય સુરક્ષા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ માત્ર આગથી થતા નુકસાન સુધી મર્યાદિત નથી, પરંતુ પોલિસીની શરતો મુજબ વિવિધ કુદરતી અને માનવસર્જિત જોખમો સામે પણ કવરેજ આપી શકે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Right Panel Matrics

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  3. 31 ઓગસ્ટે ખુલશે Purple Style Labsનો ₹680 કરોડનો IPO
  4. Stocks In News | 26 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  2. નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
Right Panel Matrics

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  2. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા
  3. માંદગી-અકસ્માતના જંગી ખર્ચથી બચવા હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો કે નહીં?
  4. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM