યુ.એસ વિઝા અપૉઇન્ટમેન્ટ સિસ્ટમમાં ફેરફાર, ભારતીય અરજદારોને વધુ રાહ જોવી પડશે
અમેરિકાએ consular officers માટે નવી screening training શરૂ કરતાં અનેક embassies અને consulatesમાં visa appointments reschedule કરવામાં આવી રહ્યા છે. સામાન્ય scheduling ક્યારે ફરી શરૂ થશે તેની ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.

અમેરિકાએ ઇમિગ્રેશન તપાસ વધુ કડક બનાવવાના ભાગરૂપે વિશ્વભરના કોન્સ્યુલર અધિકારીઓ માટેતાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. તેના કારણે વિવિધ અમેરિકન દૂતાવાસો અને consulates માં વિઝા અપૉઇન્ટમેન્ટસમાં ફેરફાર અને રીશેડયુલિંગ થઈ રહી છે. આ પ્રક્રિયાની અસર ભારતીયો સહિત વિવિધ દેશોના વિઝા અરજદારો પર પડી શકે છે અને ઇન્ટરવ્યૂ માટેની રાહ વધવાની શક્યતા છે.
નવી તારીખ માટે અરજદારોને રાહ જોવી પડશે
કેટલાક સ્થળાંતર વિઝાના અરજદારોને અગાઉ નક્કી થયેલા interview reschedule થયાના email મળ્યા છે. નવી ઇન્ટરવ્યૂ ડેટ અંગેની માહિતી તેમને બાદમાં આપવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટએ સામાન્ય visa scheduling ક્યારે સંપૂર્ણપણે ફરી શરૂ થશે તેની ચોક્કસ તારીખ જાહેર કરી નથી.
Screening વધુ કડક બનશે
નવી ટ્રેનિંગ હેઠળ કોન્સ્યુલર અધિકારીઓ અને વિઝા અરજદારોનું વધુ વિગતવાર મૂલ્યાંકન કરશે. ખાસ કરીને કોઈ અરજદાર ભવિષ્યમાં અમેરિકાની જાહેર લાભો પર નિર્ભર બની શકે છે કે નહીં તે મુદ્દાને વધુ ધ્યાનથી તપાસવામાં આવશે. આ પ્રક્રિયા અમેરિકાના વ્યાપક ઇમિગ્રેશન તપાસ પ્રક્રિયામાં સુધારાનો એક ભાગ છે.
ભારતીય અરજદારો પર શું અસર?
ભારતીય વિદ્યાર્થીઓ,વ્યાવસાયિકો, પરિવારો અને અન્ય વિઝા અરજદારો માટે સૌથી મોટી અસરઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટમાં વિલંબ સ્વરૂપે જોવા મળી શકે છે. ખાસ કરીને જેમની પ્રવાસ, રોજગાર અથવા પરિવાર સ્થળાંતરની યોજના visa approval પર આધારિત છે તેમને schedule અંગે અનિશ્ચિતતા વધી શકે છે.
Reschedule એટલે rejection નહીં
જો કોઈ અરજદારની વિઝા એપોઇન્ટમેન્ટ reschedule કરવામાં આવી હોય તો તેનો અર્થ અરજી reject થઈ છે એવો નથી. હાલનો ફેરફાર મુખ્યત્વે scheduling અને consular training સાથે જોડાયેલો છે. આગળની interview date સંબંધિત embassy અથવા consulate દ્વારા જાહેર કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
આ પણ વાંચો: લો બોલો, ખાંડના ભાવ વધતા Blinkit-Zepto સહિત પ્લેટફોર્મે ખરીદી પર લગાવી મર્યાદા

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- નિકાસકારોને મોટી રાહત, રૂપિયામાં મળતી નિકાસ આવકને ડોલર-યુરો જેવી FTP સુવિધા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
- મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
